સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને 'વીકટીમ' બતાવીને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપતાં ભારતે 'રાઈટ ટુ રીપ્લાય' હેઠળ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં આતંકવાદીઓ કોઈપણ ડર વિના હરી-ફરી શકે છે અને લઘુમતીઓનું શોષણ થાય છે. પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપતો હોવાથી આખી દુનિયાને તેની નીતિઓના કારણે નુકસાન સહન કરવું પડયું છે. કાશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાને હકીકતમાં તેણે પચાવી પાડેલા કાશ્મીરનો કબજો તાત્કાલિક છોડી દેવો જોઈએ તેમ ભારતે જણાવ્યું હતું.