ડીજીપીના આદેશ બાદ અમરેલી જિલ્લામાં પણ ગુનાહિત રેકર્ડ ધરાવતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમરેલીમાં 24 કલાકથી જિલ્લા SP સંજય ખરાતે દરેક ડી.વાય.એસ.પી.થાણા અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂચનાઓ આપ્યા બાદ આજે 113 લોકોનું લિસ્ટ અમરેલી SP સંજય ખરાત પાસે પોહચ્યું છે. આ લિસ્ટમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા ઈસમો છે. જેમાં 74 લોકો શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલા છે અને 34 લોકો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે આ લોકો વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે.