વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળેલ એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં, કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. તેની સાથેસાથે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને પણ મંજૂરી અપાઈ છે. શ્રીરામ જન્મભૂમિના ઇતિહાસને લઈ કોર્સ શરૂ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ, રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા અને મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે.