ગાંધીનગર સિનિયર IPS હસમુખ પટેલનું ફરી એકવાર ફેક ફેસબુક આઈડી બન્યું છે. આ સમગ્ર બાબતે ફરિયાદ પણ નોંધાઈ છે. સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફેક એકાઉન્ટ મામલે ફરિયાદ નોંધાઇ છે. અગાઉ 2 મહિના પહેલા હસમુખ પટેલનું જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફેંક એકાઉન્ટ બનાવ્યું હતું. અગાઉ આ ફરિયાદ મામલે સેકટર 21 પોલીસે મહેસાણા અને ભાવનગરના વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં ઉંમર ઓછી હોવાને કારણે સેકટર 21 પોલીસે કાયદાકીય પ્રોસેસ કરી નોટીસ આપી હતી.