ખટોદરા પોલીસે સહારના માલિક સુબ્રતો રોય સહિત 12 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ મંગળવારે નોંધી છે. સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન અપાર્ટમેન્ટમાં રહેતા વેપારી સંજયકુમાર મુરારકાએ પોતાની પત્ની અને સંતાનોનાં નામે 2007માં સહારા ઇન્ડિયા પરિવારના પાંચ વર્ષના બૉન્ડ લીધા હતા જે 2012માં પાકતા હતા. 2012માં સંજયકુમારને પોતાના રોકાણ કરેલા 9.10 લાખની સામે 12.77 લાખની રકમ મળવાની હતી. આ રકમ ન મળતા સંજયકુમારે સહારાના ઇન્ડિયાની સુરતની બ્રાન્ચના કર્મચારીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી.