VIP ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ મચી આવ્યો હતો. આ મામલે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવેને ટ્વિટ કરીને ફરિયાદ કરવામાં આવી હતી.