બે દિવસ પહેલા શિક્ષણ મંત્રી એ રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને આ નિર્ણય લાગુ પડશે. આ નિયમને અનુસંધાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્કૂલો શરૂ કરવા અંગે ક્યા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે જણાવવામાં આવ્યું છે. આ સાથે જ એક સંમતિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા ઇચ્છા વાલીઓએ આ સંમતિપત્ર ભરીને સ્કૂલને આપવાનું રહેશે.