રાજ્યમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.