વરસાદની શરૂઆત સાથે જ મુંબઈમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના પણ શરૂ થઈ ગઈ છે. કુર્લામાં ગઈ કાલે રાતે ચાર માળની ઇમારત ધરાશાયી થતા કાટમાળ નીચે દડાઈ જતા ૧૯ જણ મોતના મુખમાં ધકેલાય ગયા હતા. આ દુર્ઘટનામાં ૧૩ જણ જખમી થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગ જોખમી હોવાની મહાનગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પણ રહેવાસીઓએ ઘર ખાલી કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.