તાલિબાનના આતંકથી બચાવવા માટે અફઘાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એરપોર્ટ પહોંચી રહેલા લોકો ભૂખ અને પ્યાસમાં મોતને ભેટી રહ્યા છે. એરપોર્ટની બહાર ખાવા પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. એટલું જ નહીં દુકાનદારો પણ અફઘાની કરન્સીની જગ્યાએ ડોલરની માંગણી કરી રહ્યા છે. જો કે અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓને મદદ કરી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવું તેમના માટે પણ મુશ્કેલ છે.
Dollar માં કિંમત ચૂકવવી પડે છે
કાબુલ એરપોર્ટની બહાર પાણીને એક બોટલ 40 ડોલર એટલે કે લગભગ 3000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ ભાતનો ભાવ 100 ડોલર સુધી પહોંચી ગયો છે. જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 7500 રૂપિયા થાય. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે દુકાનદાર અફઘાનિસ્તાનની મુદ્રાની જગ્યાએ ડોલરમાં જ પૈસાની માંગણી કરી રહ્યા છે.