2015માં વીમા સેક્ટરમાં વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મર્યાદા વધારવામાં આવ્યા પછી આ સેક્ટરમાં અત્યાર સુધી 26,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઇન્સ્યુરન્સ(એમેન્ડમેન્ટ) બિલ, 2021ની ચર્ચા દરમિયાન સિતારમને જણાવ્યું હતું કે વીમા કંપનીઓ નાણા પ્રવાહિતાનો સામનો કરી રહી હોવાથી સરકાર આ સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીમા સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાથી વીમા કંપનીઓને મૂડીની જરૂરિયાત પૂર્ણ થશે.