ભારતની રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલી G20 Summit માં ભાગ લેવા આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન (US President Jo Biden)ની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. શનિવારે આ ઘટના બની હતી. બાયડેનના કાફલામાં સામેલ ગાડીને શનિવારે સવારે બીજી હોટેલમાં યાત્રીને પહોંચાડતા સુરક્ષાકર્મીઓએ પકડી પાડી હતી. આ કાર પર હોટેલ અને પ્રગતિ મેદાનમાં પ્રવેશ કરવા માટે સંબંધિત પાસ લગાવેલા હતા.