પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેનાથી કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેની નાગરિકતા સાબિત થાય છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી જરૂરી દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમા ફરવાનું, ભણવાનું, બિઝનેસ કે અન્ય કારણોસર મુસાફરી કરી શકો છે. ત્યારે હવે પાસપોર્ટને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે હવે 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આ જન્મ પ્રમાણપત્ર વિના જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં અને તેના વિના પાસપોર્ટ નહીં બનશે.