બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના સંસ્થાપક જીતન રામ માંઝી આગામી કોઈપણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav)નો ઉલ્લેખ કરી નીતીશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે. માંઝીએ આ ત્રણેય નેતાઓને પક્ષ પલટુઓ કહ્યા છે. જીતન રામ માંઝીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, હું ચૂંટણીને ધ્યાને રાખી મુલાકાત કરવા આવ્યો હતો.