વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મોટી યોજનાઓને મંજૂરી અપાઈ છે. દિવાળી પહેલા રેલવેના કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવા બેઠકમાં સહમતી સધાઈ હતી. આ સાથે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને પણ મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચેન્નઈ મેટ્રો ફેઝ-૨ને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પૂજાની રચાઓ પહેલાં કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે ૧૨ લાખ કર્મચારીઓને લાભ મળશે.