કેન્દ્ર સરકારે કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ આધાર કાર્ડ ન હોવાને કારણે ઘણા દર્દીઓના કોરોના રિપોર્ટ નીકળી શકતા ન હોવાની રજૂઆત શુક્રવારે મળેલી અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં કોર્પોરેટરે કહ્યું હતું કે, અમરાઈવાડી પાસે નાગરવેલ હનુમાન ચાર રસ્તા નજીક રહેતા એક 90 વર્ષના વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ એટલા માટે ન નીકળી શક્યો, કારણ કે તેમની પાસે આધારકાર્ડ ન હતું. જોકે અન્ય બીમારીને કારણે ગુરુવારે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમણે ઇલેક્શન કાર્ડનો પણ જરૂરી દસ્તાવેજ તરીકે વિકલ્પ આપવા રજૂઆત કરી હતી.