દેશમાં શિલ્પ અને સ્થાપત્યનો વારસો ખૂબ જ ભવ્ય છે. રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર બાવડીઓમાંથી પાણી મળતું હતું. તેમાંથી પાણી લઈને રોજીંદા જીવનમાં ઉપયોગ કરતા હતા. દેશ આઝાદ થયા બાદ આ બાવડીઓની કોઈ સંભાળ લેવાવાળું ન હતું. એક એવી ઘટના બહાર આવી છે કે ઈંગ્લેડનો એક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી બાબડીની સાફ કરવાનું કામ કરે છે તેનું નામ કારોન રાવન્સ્લે છે.
કારોન રાવન્સ્લે છેલ્લા પાંચ વર્ષથી તે જોધપુરની પ્રસિદ્ધ વાવો અથવા બાવડીઓને સાફ કરવાનું કામ કરે છે. ૭૦ વર્ષની ઉમર છે. લોકો તેને 'પાગલ સાબ' કહીને બોલાવે છે. જોધપુરમાં સેંકડો બાવડીઓ છે. રાવન્સ્લેના પ્રયાસથી અત્યાર સુધીમાં દસ બાવડીઓ સ્વચ્છ થઇ ચુકી છે. ૧૯૫૦ સુધી જોધપુરવાસીઓને બાવડીઓમાંથી પાણી મળતું હતું. રાવન્સ્લે અહીં ૨૦૧૪માં આવ્યો હતો. તેના દાદા ગાયકવાડની બોમ્બે-બરોડા રેલ્વે લાઈનના બાંધકામ વેળા ચીફ એન્જીનીયર હતા. એ નિવૃત થઈને પાછા ઈંગ્લેંડ ગયા, ત્યારે ભારતીય સંસ્કૃતિ માટેનો પ્યાર લઈને ગયા હતા. એની અસરમાં પરિવાર પણ આવ્યો. ૧૯૮૮માં રાવન્સ્લે પાકિસ્તાન ગયો, અને ત્યાં બે દાયકા સુધી, કોઈ જ સરકારી સહાય વગર, સાર્વજનિક શિક્ષણ અને પર્યાવરણ માટે કામ કર્યું.
પાકિસ્તાનમાં રાવન્સ્લેનું જીવવાનું ભારે થઇ પડ્યું અને જાતભાતના ત્રાસથી તેણે પાકિસ્તાન છોડી દીધું હતું ભારતમાં તેણે પ્રથમ છ મહિના, ૮૦ દેશોમાં ગામડાઓમાં પીવાના સાફ પાણી પૂરું પાડતી, બેરફૂટ કોલેજ માટે કામ કર્યું. રાવન્સ્લે એમાં ગામે ગામ જતો અને છેવટે જેસલમેર નજીક હાડા ગામે આવ્યો. ત્યાં તેણે વૃક્ષારોપણ માટે કામ કર્યું, તે પછી એ જોધપુર આવ્યો, અને બાવડીઓનો પરિચય થયો.
ગંદી-ગંધાતી, અવાવરું બાવડીઓ અને એના ઈતિહાસને જોઇને, રાવન્સ્લે એને સાફ કરવાનું કર્યું. શરૂઆત એકલા હાથે જ કરી હતી, પણ હવે તેને મેહરાનગઢ મ્યુઝીયમ ટ્રસ્ટ તરફથી સ્વયંસેવકોની મદદ મળી રહી છે. ૭૦ વર્ષનો આ ડોસો હવે તો બાવડીઓમાં પાવડા-તગારાં લઈને કામ કરતો હોય, તે દ્રશ્ય સામાન્ય થઇ પડ્યું છે. રાવન્સ્લે એક પરિવારના વરંડામાં રહે છે. પૈસા બચાવેલા છે, એટલે ગુજારન ચાલી જાય છે. સ્થાનિક લોકો રાવન્સ્લના સફાઈના આ 'વિચિત્ર' ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરને જોઇને તેને 'પાગલ સાબ' કહે છે.