નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (13 ફેબ્રુઆરી) લોકસભામાં ઇન્કમટેક્સ બિલ 2025 રજૂ કર્યું હતું. બિલ રજૂ કરવાની સાથે જ તેમણે સ્પીકર ઓમ બિરલાને ગૃહની પસંદગી સમિતિને નવા કાયદા માટેનો ખરડો મોકલી આપવા વિનંતી કરી હતી. જે પછી સ્પીકરે આ બિલને ગૃહની પસંદગી સમિતિને મોકલ્યું છે અને હવે આ મામલે 31 સભ્યોની પસંદગી સમિતિ પણ રચવામાં આવી છે. ભાજપ સાંસદ બૈજયંત પાંડાને આ સમિતિના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.