ભારતમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ સતત વધી રહ્યો હોવાના દાવા સરકાર દ્વારા કરાઇ રહ્યાં છે પરંતુ હવે સારવાર બાદ ફરી સંક્રમિત થવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલી ૨૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ફોર્ટિસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જુલાઇ મહિનામાં આ મહિલા પહેલીવાર કોરોનાથી સંક્રમિત થઇ હતી. તેને સારવાર અપાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાઇ હતી. જોકે એક જ મહિનામાં તેનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળતાં ફરી ટેસ્ટ કરાયો જે પોઝિટિવ આવ્યો હતો.