ઝારખંડના ચાઇબાસા વિસ્તારમાં એક ૨૬ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પર ૧૦ લોકોએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે સાંજે બાઇક પર ફરવા નીકળી હતી, આ દરમિયાન એક આઠથી ૧૦ લોકોની ગેંગ સામે આવી હતી અને બોયફ્રેન્ડને માર મારીને યુવતીને ઉઠાવી લઇ ગઇ હતી, બાદમાં એક પછી એક ૧૦ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.