ભારત અને આર્મેનિયાએ શુક્રવારે રાજકીય, આર્થિક, વ્યાપારી અને વિકાસ ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ‘બંને પક્ષોએ ઓક્ટોબર 2021માં વિદેશ મંત્રી એસ જયશંકરની આર્મેનિયાની મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી.’ ભારત અને આર્મેનિયા વચ્ચે શુક્રવારે 9મી બેઠક યોજાઈ હતી. ડિજીટલ માધ્યમથી વિદેશ કાર્યાલય સ્તરીય પરામર્શનો રાઉન્ડ યોજાયો હતો. આમાં, ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) રીનાત સંધુએ કર્યું હતું અને આર્મેનિયન પક્ષનું નેતૃત્વ વિદેશ બાબતોના નાયબ પ્રધાન એમ સફરયાન દ્વારા કરવામાં આવ્યું હતું.