વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યૂરોપ ક્ષેત્રના નિદેશક હંસ ક્લૂગએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો 95 ટકા લોકો સુરક્ષિત રીતે માસ્ક પહેરે તો દેશના કોઈપણ ભાગમાં કોરોનાને લઈને લોકડાઉન લાદવું પડે નહીં. પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો લોકો કામ કરતી વખતે માસ્ક યોગ્ય રીતે પહેરે તો લોકડાઉનથી બચી શકાય છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન અંતિમ ઉપાય છે અને સાથે જ એ વાત પણ માનવી પડે કે માસ્ક વાયરસથી બચવાનો પૂર્ણ ઉપાય નથી. માસ્કની સાથે હાથ સેનિટાઈઝ કરવા અને સામાજિક અંતર જાળવું પણ જરૂરી છે. આ ઉપાયો અપનાવવામાં આવે તો લોકડાઉનથી બચી શકાય છે.