રાજ્યમાં આજે ફરી કોરોનાના નવા કેસનો આંકડો 1 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કેસ નોંધાયા છે. તો વધુ સાત લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1 લાખ 67 હજાર 173 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 3689 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ વધુ 963 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 89.46 ટકા થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 166 કેસ નોંધાયા છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 162, વડોદરા શહેરમાં 72, રાજકોટ શહેરમાં 65, સુરત ગ્રામ્ય 61સ વડોદરા ગ્રામ્ય 43, રાજકોટ ગ્રામ્ય 32, જામનગર શહેર 28, ભરૂચ 20, ગાંધીનગર શહેર 20, મહેસાણા અને મોરબી 18-18, ભાવનગર શહેર 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર ગ્રામ્ય 15, દાહોદ 14 અને સાબરકાંઠામાં 14 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે કોરોના વાયરસના 51 હજાર 370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ 57 લાખ 42 હજાર 742 કોરોના ટેસ્ટ થયા છે.