દેશના આ સળગી રહેલા રાજ્યમાં 900 જેટલા આતંકીઓ પ્રવેશી ચૂક્યા હોવાનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ (Intelligence Input) બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના આધારે સુરક્ષા દળો પર સતર્ક થઇ ગયા છે. અહેવાલો મુજબ મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા છે અને તે દેશની સુરક્ષાનો ભંગ કરવા તૈયારી કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે માહિતી સામે આવી છે કે આતંકવાદીઓ મ્યાનમાર થઈને મણિપુરમાં પ્રવેશ્યા હતા. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે પણ ગુપ્તચર વિભાગના દાવાને સમર્થન આપ્યું છે. આતંકવાદીઓના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.