અમદાવાદમાં 900 હોસ્પિટલ-ક્લિનિક, 550 રેસ્ટોરાં અને 185 ટયુશન પાસે ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાનો જવાબ આપતું સોગંદનામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલની બેદરકારીના કારણે અગ્નિકાંડમાં આઠ કોરોના દર્દીઓ સળગીને મૃત્યુ પામવાની ઘટના અંગે રાજ્યભરમાં ફાયર સેફ્ટીની પરિસ્થતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા સોગંદનામાં રૂપે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે કરેલાં સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદની તમામ 100 ખાનગી અને સરકારી શાળાઓ પાસે ફાયર NOC છે. આ ઉપરાંત તમામ 60 મોલ-મલ્ટિપ્લેક્સ,ફટાકડાની તમામ 300 દુકાનો, 80 પેટ્રોલ પંપ પાસે ફાયર NOC છે. જો કે અમદાવાદના 2385 ટયુશન ક્લાસીસ પૈકી 2200 પાસે જ ફાયર NOC છે અને 1200 રેસ્ટોરાંમાંથી 750 પાસે જ ફાયર NOC છે. હાલ કોર્પોરેશનનો મોટાભાગના સ્ટાફ કોવિડ ડયુટીમાં હોવાથી ફાયર NOC અંગે નવી નોટિસો બજાવવાની અને વધુ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી નથી. કોવિડની મહમારી શમી ગયા બાદ ફાયર NOC વગરની બહુમાળી ઇમારતો સહિતના બાંધકામોને નોટિસ આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.