વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. પત્રમાં વિપક્ષે CBI અને ED જેવી એજન્સીઓનો દુરુપયોગ કરવા બદલ ભાજપની ટીકા કરી છે. પત્રમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભાજપમાં જોડાનારા વિપક્ષના નેતાઓ સામેની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે.
પત્રમાં રાજ્યપાલ કાર્યાલય પર ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારોના કામમાં દખલ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધતા અણબનાવનું કારણ બની રહ્યા છે. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે, કેન્દ્રીય એજન્સીઓની છબી ખરડાઈ રહી છે. આ સાથે તેમણે આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
આ 9 નેતાઓએ સંયુક્ત પત્ર લખ્યો હતો
બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જી
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ
પંજાબના મુખ્યમંત્રી અને AAP નેતા ભગવંત માન
તેલંગાણાના મુખ્યમંત્રી અને BRSના વડા કે ચંદ્રશેખર રાવ
યુપીના પૂર્વ સીએમ અને એસપી ચીફ અખિલેશ યાદવ
બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ
NCP ચીફ શરદ પવાર
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા