પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના સ્રેં ડ રોડ વિસ્તારમાં સોમવાર સાંજે એક બહુમાળી બિલ્ડિંગના 13મા માળે આગ લાગવાથી 7 લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં પ્રત્યેક મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે.
પશ્ચિમ બંગાળના ઇમરજન્સી સેવાના અધિકારી સુજીત બોસે જણાવ્યું કે, કોલાકાતાની એક બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. ફાયરફાઇટર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ફાઇટર ટીમોને મોકલવામાં આવી હતી. કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના સાંજે 3.10 વાગ્યે બની હતી.