ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. જેને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.