અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે.તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમાં 42 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
ભાદર-2 ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.સરદાર સરોવર ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 ડેમ હાઈએલર્ટ પર છે. 50 ડેમમાં પાણીનો જથ્થો 90 ટકાથી વધારે છે. જેમાં 10 ડેમમાં વોર્નિંગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.