ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત હોવાનો ખુલાસો એક આર.ટી.આઇ.માં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની વયજૂથ છ મહિનાથી લઇ છ વર્ષ છે. નવેમ્બર-2020 સુધીનો ગંભીર અને અતિ કૂપોષિત બાળકોના વર્ગમાં આટલાં બાળકો નોંધાયા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે પી.ટી.આઇ. તરફથી કરવામાં આવેલી આર.ટી.આઇ.માં આ જવાબ આપ્યો છે.
નવેમ્બર-2020 સુધી દેશમાં કુલ 9,27,606 ગંભીર અને અતિ કૂપોષિત બાળકો નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 3,98,359 અને બિહારમાં 2.79,427 બાળકો છે. ગત વર્ષે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણમંત્રાલયે આ વર્ગમાં આવતા કૂપોષિત બાળકોનો ડેટા આપવા તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સૂચના આપી હતી.