31મી માર્ચ 2025ના અંત સુધીમાં 2024-25ના વર્ષ માટેના કુલ મળીને 9.19 કરોડ રિટર્ન ફાઈલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંથી 8.64 કરોડ રિટર્નનું ઇ-વેરિફિકેશન થઈ ગયું છે. ચકાસણી કરી લેવામાં આવેલા રિટર્નમાં રૂ. 4,35,008 કરોડનું રિફંડ પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કુલ મળીને 88.58 લાખ રિટર્ન ફાઈલ થયા છે, એમ આવકવેરા ખાતાના પોર્ટલ પર દર્શાવવામાં આવેલી વિગતમાં જણાવવામાં આવ્યું છે.