અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થયા બાદ આકરી નાણાં નીતિ ચાલુ રહેવાના સંકેત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલા વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૮૭૯ અને નિફ્ટીમાં ૨૪૫ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરાયા બાદ આ નીતિ લાંબાગાળા સુધી ચાલુ રહેવાનો સંકેત આપતા બજારનું મોરલ ખરડાયું હતું. આ ઉપરાંત રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગર્વનર રાજન દ્વારા ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર આગામી વર્ષે નબળું રહેવાનું કરેલું નિવેદન તેમજ ચીન-હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા વૈશ્વિક મંદીના સંકેતો પ્રબળ બનતા તેની અસર શેરબજાર પર જોવા મળીહતી.