દેશમાં કોરોનાવાયરસ મહામારી ફરીથી માથુ ઉચકી રહી છે અને નવેસરથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. રસીકરણ સૌથી વધુ ભારતમાં કરવામાં આવ્યું હોવા છતાં નવા કેસમાં ચિંતાજનક વધારો ચાલુ જ રહ્યો છે.
કુલ છ રાજ્યોમાં 85 ટકા જેટલા નવા કેસ બહાર આવ્યા છે અને તેમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર રહ્યું છે કારણ કે ત્યાં પરિસ્થિતિ પહેલાની જેમ જ વધુ બગડી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અહીં 11 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 38 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 11મી માર્ચથી આંશિક લોક ડાઊન ની જાહેરાત કરી દેવામાં આવી છે અને એજ રીતે વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન નાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાંથી નવા કેસ બહાર આવી રહ્યા છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી ફરીથી ગતિશીલ બનાવવામાં આવી છે.