દેશમાં કોરોના સંક્રમણના રોજિંદા કેસ હવે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારવા લાગ્યા છે. છેલ્લા 10 દિવસના આંકડા પર નજર કરીએ તો જાણ થાય છે કે દરરોજના સરેરાશ 500-600 નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા પણ ડરામણાં હતા.
માહિતી અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા હતા. આ આંકડો છેલ્લાં 227 દિવસો પછી સર્વોચ્ચ હતો. તેની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 4309 પર પહોંચી ગઇ છે. અગાઉ 19મેના રોજ સૌથી વધુ 865 કેસ નોંધાયા હતા.