એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમએ મનરેગા કૌભાંડ, ગેરકાયદે માઇનિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આઇએએસ પૂજા સિંઘલની ૮૨.૭૭ કરોડ રૂપિયાનેી અચલ સંપત્તિ ટાંચમાં લઇ લીધી છે. ઇડીની ટીમે રાંચી સ્થિત પલ્સ હોસ્પિટલ સહિત અન્ય અનેક અચલ સંપત્તિ જપ્ત કરી લીધી છે.
ઇડીએ જણાવ્યું હતું કે બરતરફ કરાયેલા આઇએએસ અધિકારી પૂજા સિંઘલની જપ્ત અચલ સંપત્તિનું બજાર મૂલ્ય લગભગ ૮૨.૭૭ કરોડ છે. તેમાં એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પલ્સ સુપર સ્પેશિયાલિટી), એક ડાયગનોસ્ટિક સેન્ટર (પલ્સ ડાયગ્નોસ્ટિક એન્ડ ઇમેજિંગ સેન્ટર) અને રાંચીમાં જમીનના બે પ્લોટ સામેલ છે.