પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડના આરોપી તૃણમૂલ નેતા શાહજહાંના સંદેશખાલી સ્થિત નિવાસ પર દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર શુક્રવારે ૨૫૦થી ૩૦૦ લોકોના સ્થાનિક ટોળાએ હુમલો કરી બે અધિકારીઓના માથા ફોડી નાંખ્યા હતા અને તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ઈજાગ્રસ્ત અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હવે આ મામરે બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ઈડીના અધિકારીઓ પર હુમલા બદલ એકબાજુ વિપક્ષ ભાજપે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે