પહેલી એપ્રિલથી પેરાસિટામોલથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની 800 જરૂરી દવાઓ મોંઘી થવાના અહેવાલો મળી રહ્યા છે. આ દવાઓમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકારે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (WPI)માં ઘણા ફેરફાર કર્યા છે અને રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ (NLEM)માં 0.0055 ટકાનો વધારો કર્યો છે. દેશની નેશનલ ડ્રગ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA)એ એનએલઈએમમાં 12 ટકાનો વધારો કરવા સરકારને 2023માં ભલામણ કરી હતી. એનપીપીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ફુગાવાના આધારે ભાવ સુધારો કરવાની ભલામણ કરી છે. એનપીપીએએ છેલ્લે 2022માં એનએલઈએમમાં સામેલ દવાઓની કિંમતોમાં 10 ટકા વધારો કરવાની ભલામણ કરી હતી.