મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના ડેરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા રૂપિયા 800 કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડ પૂરા થતા તેમને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એસીબીએ વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ઉપરાંત સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી હતી. સાથે જ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની પણ રજૂઆત કરાઈ હતી.