વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાંથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા છે.
ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, બે વર્ષમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વર્ષ 2020માં 3.80 લાખ પાસપોર્ટ ઈશ્યુ થઈ શક્યા હતા. બીજી તરફ 2023માં 7.59 પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આમ