રાજકોટ શહેરનાં ભોમેશ્વર વિસ્તારમાં આવેલા ભરવાડ પરામાંથી એક બાઇક ચાલકે 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. મૂળ મધ્યપ્રદેશનાં પરિવારની આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે રવિવારે શરદ પૂનમનાં ગરબા ગાઇને ઘરે આવતી હતી. જે દરમિયાન બાઇક સવારે તેનું અપહરણ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ CCTV ફૂટેજનાં આધારે પોલીસે અપહરણકર્તાની શોધખોળ હાથ ધરી છે.