ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે અને જળસ્તર 135.91 મીટર સુધી પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં 8 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3 મીટર ખોલી કુલ 5 લાખ 62 હજાર 582 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. આથી નર્મદા નદીના કાંઠે આવેલા ગ્રામજનોને સુરક્ષાના કારણોસર નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે.