તાજેતરમાં ૪૯ નામાંકિત વ્યક્તિઓએ દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ અંગે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખી દેશમાં કાયદાનું શાસન સ્થપાય તેવી માગ કરી હતી. હવે ૬૨ જેટલા નામાંકિત વ્યક્તિઓએ આ પ્રકારે પસંદગીનો આક્રોશ વ્યક્ત કરતા અને જુઠ્ઠાણું ફેલાવતા હોવાનો આરોપ મૂકતાં એક્ટિવિસ્ટો સામે ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર લખનારામાં કંગના રનૌત, સીબીએફસીના વડા પ્રસૂન જોશી, શાસ્ત્રીય નૃત્યાંગના સોનલ માનસિંહ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય અશોક પંડિત, પલ્લવ જોશી, માલિની અવસ્થી, મનોજ જોશી, બિશ્વજિત ચેટરજીનો સમાવેશ થાય છે. વગેરેનો સમાવેશ થાય છે.