Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરમાં ૧૨,૫૦૦ આયુષ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વન નેશન વન ટેક્સ અને વન નેશન વન મોબિલિટી કાર્ડની જેમ આયુષ ગ્રીડ સ્થાપીને આરોગ્ય ક્ષેત્રે પણ સમાનતા લાવવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે ૧૨,૫૦૦માંથી ૪૦૦૦ આયુષ કેન્દ્રો આ વર્ષે જ શરૂ કરાશે. મોદીએ યોગ એવોર્ડ એનાયત કર્યા હતા અને યોગ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર લોકોની યાદમાં ૧૨ ટપાલ ટિકિટ જારી કરી હતી. મોદીએ કહ્યું કે, દેશમાં ૧.૫ લાખ હેલ્થ અને વેલનેસ કેન્દ્રો ખોલવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેમણે આધુનિક ટેક્નોલોજીને આયુર્વેદિક દવાઓની પરંપરા સાથે જોડવા ભાર મૂક્યો હતો. વધુ વ્યવસાયીઓને આ ક્ષેત્રે સક્રિય કરવા અનુરોધ કર્યો હતો. યોગ લોકોનું કલ્યાણ અને દુનિયાને ભારત સાથે જોડવાનું માધ્યમ બની ગયું છે તેમ તેમણે કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ