રાજ્ય સરકાર દ્વારા સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ માટે 8.75 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ રકમ ટ્રસ્ટના જુદા જુદા છ પ્રોજેક્ટ માટે વપરાશે તેમ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ડાયરેકટર અતુલ પંડ્યાએ મીડિયાને જણાવ્યું હતું. ગાંધીજીના સહાધ્યાયીઓના દસ્તાવેજો, તસવીરો, વીડિયો-ઓડિયો વગેરેનું પણ અહીં ડિજિટાઇઝેશન કરાશે. ડિઝાસ્ટર રિકવરી સર્વર એન્ડ સ્ટોરેજ માટે 2 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે.