વડોદરા શહેરનાં માણેજા વિસ્તારમાં રહેતી 13 વર્ષની ધો.7ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કિશોરીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પ્રમાણે પરિવારની અપેક્ષા મુજબ પરિણામ ન આવતા અંતિમ પુગલું ભર્યું છે. પોલીસે આ ચિઠ્ઠી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે માણેજા ગુજરાત હાઉસીંગ બોર્ડના સત્યનગરમાં રહેતી સ્નેહા મનોજકુમાર ચૌહાણ (ઉ.વ.13) સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખાનગી કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવે છે અને તેની માતા બંગલામાં સાફ સફાઇનું કામ કરે છે.
ગઇકાલે જ્યારે મનોજભાઈ નોકરી ઉપર ગયા હતા અને માતા કામ ઉપર ગઇ હતી. જણાવી દઈએ કે, સ્નેહાનું ધોરણ-7નું પરિણામ આવ્યું હતુ. તે જ્યારે પરિણામ લઇને ઘરે આવી પછી તે ઘરે એકલી હતી. આ પરિણામ તેને ઓછું લાગતા પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની પહેલી ખબર પડોશીને થઇ હતી જેથી પડોશીઓએ તેના માતાપિતાને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.
જણાવી દઈએ કે, સ્નેહાએ પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠીમાં પહેલી લાઇનમાંજ પિતાની માફી માગી લીધી છે. તેને લખ્યુ છે, 'પપ્પા સોરી મારે એ ગ્રેડ જોઇતો હતો, પરંતુ બી ગ્રેડ આવ્યો છે. આથી મારે જીવવાનો કોઇ અર્થ નથી.' આ ચિઠ્ઠી મકરપુરા પોલીસે તપાસ અર્થે કબ્જે કરી છે.