ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,29,839 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 12054 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 716 દિવસમાં સૌથી ઓછી છે. મંત્રાલયે કહ્યું છે કે સોમવારે 58 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક હવે 5,21,416 પર પહોંચી ગયો છે. અગાઉ સોમવારે કોરોના વાયરસના 913 નવા કેસ (Covid-19) નોંધાયા હતા, જે છેલ્લા 715 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.