ભારત સતત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવામાં કાર્યરત છે. આ મિશનમાં મંગળવારે દિલ્હી એરપોર્ટ પર કુલ 78 લોકોની સાથે વાયુસેનાનુ વિમાન પહોંચ્યુ. જેમાં 25 ભારતીય નાગરિક અને બાકી અફઘાની નાગરિક સામેલ હતા.
ખાસ વાત એ રહી કે આ જથ્થાની સાથે કાબુલથી ગુરૂગ્રંથ સાહિબની ત્રણ પ્રતિઓને પણ લાવવામાં આવી છે. જે અફઘાનિસ્તાનના ગુરૂદ્વારામાં હતી. દિલ્હી એરપોર્ટ પર ગુરૂગ્રંથ સાહિબની પ્રતિઓનુ વિશેષ સ્વાગત કરવામાં આવ્યુ.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, વી. મુરલીધરન સહિત અન્ય સરકારના અધિકારીઓએ ગુરૂગ્રંથ સાહિબને રિસીવ કર્યા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પોતાના માથે ગુરૂગ્રંથ સાહિબની પ્રતિને રાખીને સેવા પણ કરી.