પંજાબમાં ખાલિસ્તાની ચળવળ ફરી ઉભી થાય તે પહેલા જ તેને ડામી દેવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. પંજાબ પોલીસે રાજ્યભરમાંથી ૭૮ ખાલિસ્તાન સમર્થકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા મોટાભાગના અમૃતપાલસિંહના સમર્થકો છે. જ્યારે અમૃતપાલસિંહની ધરપકડના અહેવાલોને પોલીસે રદીયો આપ્યો છે. કટ્ટર ખાલિસ્તાની સમર્થકો સામે પોલીસ દ્વારા થઇ રહેલી કાર્યવાહીને પગલે સમગ્ર પંજાબમાં સન્નાટો છવાઇ ગયો છે.