દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સંક્રમિત દર્દીઓના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એકલા ગુરૂવારે જ રાજ્યમાં કોરોનાના 1362 નવા કેસો નોંધાયા હતા. હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે, મુંબઈની આર્થર રોડ જેલમાં અંદાજે 103 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
આ અંગે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાણકારી આપતા જણાવ્યું કે, મુંબઈની આર્થર રોડ જેલમાં સામે આવેલા કોરોનાના કુલ કેસોમાં 77 કેદીઓ છે અને 26 જેટલા કર્મચારીઓ સામેલ છે. કોરોના સંક્રમિત કેદીઓને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જેમને પોલીસની દેખરેખ હેઠળ જીટી હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ સાથે જ કોરોના પોઝિટિવ સ્ટાફની સારવાર પણ હોસ્પિટલમાં કરવામાં આવશે.