ભારતમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું.